Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભારત અંતિમ મુકાબલો હારશે તો પણ ટોચનો ક્રમ જાળવી રાખશે : છ મહિનામાં ત્રીજી વખત વન-ડેમાં નં. ૧ બન્યુ

ટીમ ઈન્ડિયા ૧૨૧ અને આફ્રિકાને ૧૧૯ પોઈન્ટ

દુબઈ : ભારતની ટીમે આઈ.સી.સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ)ના નવા જાહેર કરાયેલ રેન્કીંગમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યુ હતું. જયારે ક્રિકેટમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા અફઘાનિસ્તાને દસમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ભારતે છ મેચની શ્રેણીમાં ૪-૧થી સરસાઈ લઈ પોઇન્ટ - કોષ્ટકમાં પોતાનું મોખરાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યુ હતું. હકીકતમાં ભારતે ૨-૦ની સરસાઈ વખતે મોખરાનું સ્થાન મેળવ્યુ હતું, પરંતુ એ સ્થાન જાળવી રાખવા શ્રેણીની છમાંથી ચાર મેચ જીતવી જરૂરી હતી. વાસ્તવમાં ભારત છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત વન-ડેના ક્રમાંકોમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યુ છે.

દક્ષિણ આફ્રિકા શુક્રવારે સેન્ચુરિયન ખાતે છઠ્ઠી અને આખરી વન-ડે મેચ જીતશે તો પણ ભારત ૧૨૧ પોઈન્ટ સાથે ટોચનો ક્રમ જાળવી રાખશે, જયારે દક્ષિણ આફ્રિકા ખાતે ૧૧૯ પોઈન્ટ હશે.

(4:34 pm IST)