Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ચક દે... ટીમ ઈન્ડિયાના મહિલા ખેલાડીઓ હવે કોરીયાનો પ્રવાસ કરશે

કાલથી અભ્યાસ શિબિર : ટીમની પસંદગી થશે

નવી દિલ્હી : હોકી ઈન્ડિયાએ બેંગ્લુરૂ સ્થિત ભારતીય રમત પ્રાધીકરણ (સાઈ)ના રાષ્ટ્રીય અભ્યાસ શિબિર માટે ૩૪ મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલ ૧૫મીથી શિબિરનો પ્રારંભ થશે. પસંદગી સમિતિના પ્રમુખ કોચ હરેન્દ્રસિંહ રીપોર્ટ કરશે. ભારતીય ટીમે ગત વર્ષે જાપાનમાં એશિયા કપ પોતાના નામે કર્યો હતો. ટીમ આવતા મહિને કોરીયાનો પ્રવાસ કરશે. કોરીયા સામે ૩ થી ૧૨ માર્ચ સુધી પાંચ મેચોની સિરીઝ રમશે.

(4:34 pm IST)