Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એમએસ ધોનીના ફેનનો અનોખો પ્રેમ, ઘર પીળા રંગે રંગ્યું

આઈપીએલ-૧૩માં ધોની નિષ્ફળ રહ્યો

અરંગપુર, તા. ૧૪ : ભલે મહેન્દ્રસિંહ ધોનીનું બેટ આઈપીએલની આ સીઝનમાં વધારે ચાલી રહ્યું નથી, પરંતુ તેના ચાહકોના મનમાં તેના પ્રત્યે સંપૂર્ણ સન્માન છે. તામિલનાડુના એક ગામના આ માણસે આખું ઘર જ પીળા રંગમાં રંગી નાખ્યું છે. તમિલનાડુના અરંગપુર ગામની આ વ્યક્તિ મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક છે. ધોની અને ચેન્નાઈના સમર્થનમાં, તેણે તેના આખા ઘરને પીળા રંગમાં રંગી નાખ્યું છે.

ગોપી કૃષ્ણ નામના આ શખ્સનું કહેવું છે કે, હું ધોનીનો મોટો ચાહક છું. તેના વિશે હવે નકારાત્મક વાતો કહેવામાં આવી રહી છે. લોકો ભૂલી ગયા છે કે તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર્સમાંનો એક છે. આઈપીએલ ૨૦૨૦માં ચેન્નાઈની ટીમ હાલમાં છઠ્ઠા ક્રમે છે. ટીમે ૮ માંથી ત્રણ મેચ જીતી છે જ્યારે તે પાંચમાં હારી ગઈ છે. મંગળવારે ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને ૨૦ રને હરાવીને પ્લે ઓફ્સની રેસમાં પોતાને જાળવી રાખી હતી. ટીમની આગામી મેચ દિલ્હી કેપિટલ્સની સામે છે.

(9:20 pm IST)