Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પોર્ટુગલ માસ્ટર્સઃ ગોલ્ફર શુભંકર શર્મા ૪૦માં સ્થાને

પોર્ટુગલઃ ભારતીય ગોલ્ફર શુભંકર શર્માની સારી શરૂઆત બાદ ત્રીજા રાઉન્ડમાં અન્ડર-૭૧ સ્કોર સાથે પોર્ટુગલ માસ્ટર્સમાં સંયુકત ૪૦માં સ્થાને ચાલી રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં શુભંકરનો સ્કોર ૨૧૪ છે.

જયારે દક્ષિણ આફ્રિકાના જયોર્જ કોટેજે ત્રીજા રાઉન્ડ બાદ એક શોટની લીડ બનાવી  લીધી છે. તે પોતાના અંતિમ રાઉન્ડમાં ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ૬૬નો સ્કોર બનાવનાર કોટેજનો કુલ સ્કોર ૧૧ અંડર છે.

(2:47 pm IST)