Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કેએલ રાહુલ પર ફેંક્યા બીયરના ઢાકણાં : ક્રિકેટના 'મક્કા' લોર્ડસ મેદાનમાં દર્શકોની લાંછનરૂપ હરકત

આ શરમજનક ઘટના 68મી ઓવર પછી કેએલ રાહુલ થર્ડમેન પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા ત્યારે દર્શકોએ કોર્ક ફેંકવાનું શરૂ કર્યું : કોર્કને ઉપાડીને ફિલ્ડની બહાર ફેંક્યા,

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ મેચ ચાલી રહી છે. અને આ મેચ હાલમાં લોર્ડસના મેદાનમાં રમાઈ રહી છે. બીજી તરફ લોર્ડસને હોમ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે. અને ક્રિકેટ એ સભ્ય લોકોની રમત પણ માનવામં આવે છે. પરંતુ આ ઐતિહાસિક મેદાન પર કંઈક એવું થયું કે તે સભ્યતાને પણ શર્મસાર કરે તેવી ઘટના સર્જાઈ હતી. ક્રિકેટના મક્કા કહેવાવાળા લોર્ડસ પર ભઆરત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે એટલે કે ભારતીય ઓપનર કેએલ રાહુલ પર ઈંગ્લિશ દર્શકોએ કોર્ક( બીયરના બોટલના ઢાકણાં) ફેક્યાં, એમ કહી શકો છો કે છુ્ટ્ટા ઘા કરીને માર્યા હતા.

આ શરમજનક ઘટના 68મી ઓવર પછી થઈ હતી, કેએલ રાહુલ થર્ડમેન પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા, તે દરમ્યાન અંગ્રેજોએ તેમના પર કોર્ક ફેંકવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ ભારતીય બેટ્સમેને કોર્કને ઉપાડીને ફિલ્ડની બહાર ફેંક્યા, અને કેપ્ટન વિરાટ કોહલીને આ બાબતની જાણકારી આપતા પણ કેમેરામાં કેદ થઈ ગયા હતા. ટીવી ફુટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કેએલ રાહુલની આસપાસ 6-7 કોર્ક પડ્યા હતા. તેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રથ ઈનિંગમાં કેએલ રાહુલના ધમાકેદાર 129 રનોની સદીની ઈંનિગની સાથે 10 વિકેટ પર 364 રનનો સન્માનજનક સ્કોર અંગ્રેજો સામે ઉભો કર્યો છે. જ્યારે તેના જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગના ત્રીજા દિવસે લંચ સુધી 3 વિકેટ પર 73 ઓવરમાં 216 રન બનાવી લીધા છે.

(9:31 pm IST)