Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વિજયના ૧૨, ડ્રોના ૪ અને ટાઈ મેચ માટે છ પોઈન્ટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી પોઈન્ટ સિસ્ટમ : અગાઉ સીરિઝના આધાર પર દરેક સીરિઝ જીતવા પર ૧૨૦ પોઈન્ટ અપાતા હતા : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણી

દુબઈ, તા.૧૪ : આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશન માટે પોઈન્ટ્સ સિસ્ટમની જાહેરાત કરી દીધી છે. આગામી મહિને ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝથી ચેમ્પિયનશિપની શરૂઆત થશે.

ટીમોને જીત માટે ૧૨ પોઈન્ટ્સ મળશે અને મેચ ડ્રો થવા પર પોઈન્ટ્સ મળશે અને ટાઈ થવા પર પોઈન્ટ્સ મળશે. પહેલાની એડિશનમાં ટીમોને સીરિઝના આધાર પર પોઈન્ટ્સ આપવામાં આવતા હતા. તેમાં દરેક સીરિઝ જીતવા પર ૧૨૦ પોઈન્ટ થતા હતા અને આધાર પર મેચોના પોઈન્ટ્સને વહેંચવામાં આવતા હતા.

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી અને જૈફ એલારિડિસે કહ્યું કે, ફેરફાર પોઈન્ટ્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરાયા છે. આઈસીસીનું માનવું છે કે, તેણે અગાઉની એડિશનમાંથી બોધપાઠ લઈને ફેરફાર કર્યા છે.

તેમણે કહ્યું કે, અમને જૂની પોઈન્ટ્સ સિસ્ટમને લઈને કેટલાક ફીડબેક મળ્યા હતા કે તેને થોડા સરળ કરવાની જરૂર છે. ક્રિકેટ કમિટીએ વાત પર વિચાર કર્યો કે દરેક મેચ માટે એક પોઈન્ટ સિસ્ટમ હોવી જોઈએ. તેનાથી પણ સુનિશ્ચિત થશે કે ડબલ્યુટીસી સીરિઝની દરેક મેચ દરેક ટીમ માટે સમાન હશે. તો જૂની સિસ્ટમમાં સીરિઝમાં બેથી પાંચ મેચ રમાતી હતી.

તેમણે આગળ કહ્યું કે,કોરોના વાયરસ મહામારીના કારણે ઘણી સીરિઝ પૂરી થઈ શકી. કારણે અમારે પોઈન્ટ્સ સિસ્ટમમાં ફેરફાર કરવો પડ્યો. અમને ઉપલબ્ધ પોઈન્ટ્સ સિસ્ટમની સરેરાશ કાઢી. તેનાથી અમને ફાઈનલિસ્ટ નક્કી કરવામાં મદદ મળી. રીતે દરેક ચેમ્પિયનશિપને નિશ્ચિત સમયે પૂરી કરવામાં સફળ રહ્યા.

તેમાં ભારત-ઈંગ્લેન્ડ સીરિઝ ઉપરાંત વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશિઝ સીરિઝ સામેલ છે. ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે ભારત પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમશે. નવા રાઉન્ડમાં ચાર મેચોની એકમાત્ર સીરિઝ હશે.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા એડિશનમાં પણ પહેલાની જેમ ટીમો સીરિઝ રમશે. તેમાં ત્રણ હોમ અને ત્રણ વિદેશમાં રમાશે. તેની કટ-ઓફ તારીખ ૩૧ માર્ચ, ૨૦૩૧ હશે.

(7:48 pm IST)