Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વિન્ટર ઓલિમ્પિક: સ્નો બોર્ડની હાફપાઈપ ઈવેન્ટમાં 17 વર્ષીય અમેરિકન કિશોરીએ જીત્યું ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: કોરિયન મૂળની ૧૭ વર્ષીય ચ્લોઈ કિમે તેના વતનની ભૂમિ પર વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિ માટે સ્નો બોર્ડની હાફપાઈપ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે અમેરિકાએ સ્નો બોર્ડની ઈવેન્ટમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિન્ટર ઓલિમ્પિકની મેડલ ટેલીમાં જર્મની નંબર વન છે અને  તેઓ પાંચ ગોલ્ડ સાથે કુલ મેડલ જીતી ચૂક્યા છેચ્લોઈ કિમે હાફપાઈપ સ્નોબોર્ડ ઈવેન્ટમાં  ૯૩.૭૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સિલ્વર મેડલ જીતનારી ચાઈનીઝ હરિફ તેના કરતાં ચાર પોઈન્ટ જેટલું પાછળ રહી હતી. ચીનની લીઉ જીએયુને  ૮૯.૭૫ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો હતો. નોંધપાત્ર છે કે, ચાર વર્ષ અગાઉ સોચીમાં વિન્ટર ઓલિમ્પિક યોજાવાના હતા,ત્યારે ૧૩ વર્ષની ઉંમરે ચ્લોઈ કિમ ક્વોલિફાય થઈ હતી. જોકે તે ઓલિમ્પિક માટે ખુબ નાની હોવાના કારણે તેને અમેરિકાએ ઈવેન્ટમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.

(3:45 pm IST)