Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ : વિવાદ

કોલકતા : આર્જેન્ટીનાના મહાન ફૂટબોલ ખેલાડી ડિએગો મેરેડોના હાલ કોલકતા એક ચેરીટી મેચ રમવા આવ્યા છે. આ મેચ સૌરવ ગાંગુલીએ આયોજીત કર્યો છે. આ દરમિયાન કોલકતાની એક ફૂટબોલ કલબ ખાતે આજે મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી એક કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયુ હતું. જે મેરેડોનાના હસ્તે જ કરાયુ હતું.

આ તકે તેણે કહ્યુ હતું કે, હું કોઈ ફૂટબોલનો ભગવાન નથી. આ પ્રતિમા આર્જેન્ટીનાએ જયારે ૧૯૮૬માં વર્લ્ડકપ જીત્યો ત્યારે મેરેડોનાના હાથમાં ફીફા ટ્રોફી પરથી બનાવવામાં આવી છે. પણ અનાવરણ સાથે જ વિવાદ શરૂ થયો છે. કારણ કે પ્રતિમાનો ચહેરો મેરેડોનાથી ઘણો અલગ લાગી રહ્યો છે. આથી ચાહકો કહી રહ્યા છે કે પ્રતિમા બનાવનાર મેરેડોનાનો ચહેરો ભૂલી ગયો હશે.

(3:26 pm IST)