Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જાડેજાબાપુ ફસાયા વિવાદમાં

બચપન કાલી રાતો મેં, ઔર જવાની કાલે કામો મેં

ઈન્સ્ટાગ્રામમાં હુક્કો પીતો ફોટો અપલોડ કરવા બદલ સોશ્યલ મીડિયામાં થઈ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર ખેલાડીની ભારે ટીકા, આવી પ્રવૃતિનો પ્રચાર ન કરવાની સલાહ અપાઈ

ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા હુક્કો પીતા ફોટોગ્રાફને કારણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિવાદમાં ફસાયો છે. ફાર્મહાઉસમાં કાળા રંગના કપડા પહેરીને સ્ટાઈલથી હુક્કો પીતા પોતાના આ ફોટોને પોસ્ટ કરતાં તેણે લખ્યુ હતું, ''બચપન કાલી રાતો મેં, ઔર જવાની કાલે કામો મેં'' જો કે તેના આ ફોટોની સોશ્યલ મીડિયામાં ઘણી ટીકા કરવામાં આવી હતી. એક યુઝરે તેને વિવાદથી દૂર રહેવાની સલાહ આપતા લખ્યુ હતું કે ''જડ્ડુ, તુ યુવાનો માટે એક રોલ મોડલ છે, સ્ટાઈલના નામ પર આવી બધી વસ્તુઓનો પ્રચાર ન કર.''

અન્ય એક યુઝરે લખ્યુ હતું કે, ''જડ્ડુભાઈ, આવા ફોટો અપલોડ ન કરો, તમારી ઈમેજ ખરાબ થાય છે.''

એક યુઝરે મજાકમાં લખ્યુ હતું કે જો યો - યોમાં ફેલ થઈ ગયો તો બીડી પીવાના પણ પૈસા નહીં રહે. જાડેજાના એક ફેનને તો આ ફોટો તેના માટે ઘણો નુકશાનકારક લાગતા તેણે લખ્યુ હતું કે, ભાઈ આ ફોટો હટાવી દે, તું મારો ફેવરીટ ખેલાડી છે, આવા ફોટો માટે ક્રિકેટ બોર્ડ તને કાઢી મૂકશે.

(11:33 am IST)