Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

BCCIએ ઓસ્ટ્રેલિયાનું પત્તુ કાપી નાખ્યુઃ ભારતમાં પહેલી ટેસ્ટ રમશે અફઘાનિસ્તાન

૨૦૧૯માં રમાનારી આ મેચની તારીખ અને સ્થળ બાદમાં નક્કી કરાશે, ગૃહયુદ્ધને કારણે પરેશાન પાકિસ્તાનનો પાડોશી દેશ અત્યારે ભારતમાં જ રમે છે, પોતાના ઘરઆંગણેની મેચો

ભારતીય ક્રિકેટ બોર્ડે ૧૮ વર્ષ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટને નવજીવન આપ્યુ હતું. હવે ફરી એક વાર ભારતે ક્રિકેટના નકશામાં પાકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનને મોટું સમ્માન આપવાનો નિર્ણય કર્યો છે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ૨૦૧૯માં ભારતમાં પોતાની પહેલી ટેસ્ટ રમશે. ગઈકાલે ભારતીય ક્રિકેટ બોર્ડે પોાતાની સ્પેશ્યલ જનરલ મીટીંગમાં અફઘાનિસ્તાનને પોતાની પહેલી ટેસ્ટ ભારત સામે રમવાની તક આપવાની ઘોષણા કરી હતી. વળી ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે પહેલી ટેસ્ટ રમવાની ઓસ્ટ્રેલિયાની તક છીનવી લીધી છે.અફઘાનિસ્તાન સામે રમનારી આ ટેસ્ટ મેચના સ્થળ અને તારીખની ઘોષણા હજી કરવામાં નથી આવી, પરંતુ ભારતે ઓસ્ટ્રેલિયાની યોજના પર પાણી ફેરવી દીધુ છે. અફઘાનિસ્તાન અને આયરલેન્ડને આ વર્ષે જૂન મહિનામાં આઈસીસીના પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યા હતા અને એ ટેસ્ટ રમનારા અગિયાર અને બારમાં દેશ બની ગયા હતા. અગાઉના કાર્યક્રમ મુજબ અફઘાનિસ્તાન પોતાની પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે જ ૨૦૧૯માં રમવાનુ હતું, પરંતુ ઈતિહાસના પાના પર હવે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા નહીં ભારતના નામે આવશે.(૩૭.૨)

(11:54 am IST)