Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંતે સંઘર્ષ કરવો પડશે

શ્રીલંકા અને વર્લ્ડ ચેમ્પિયન એક્સેલ્સેન એક જ ગુ્રપમાં: આવતીકાલથી બેડમિંટનની સિઝન એન્ડિંગનો પ્રારંભ

દુબઈ,: દુબઈમાં યોજાનારી બેડમિંટન સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટ - દુબઈ સુપર સિરિઝમાં ભારતીય મહિલા બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુને આસાન ડ્રો મળ્યો છે. જ્યારે કિદામ્બી શ્રીકાંતની રાહ મુશ્કેલ દેખાઈ રહી છે. શ્રીકાંતના ગુ્રપમાં જ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન એવા ડેનમાર્કના એક્સેલ્સેનને સ્થાન આપવામાં આવ્યુ છે. દુબઈ ઓપન સુપર સિરિઝનો પ્રારંભ તારીખ ૧૩મી ડિસેમ્બરથી થશે.

વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ભારતની પી.વી. સિંધુને ગુ્રપ-એમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિંધુનો પહેલો મુકાબલો ચીનની હી બીન્ગજીઓ સામે થશે. સિંધુના ગુ્રપમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજુ સ્થાન ધરાવતી જાપાનની એકાને યામાગુચી, જાપાનની જ સાયાકો સાટો અને બીન્ગજીઓ  છે. ટોચની આઠ ખેલાડીઓને ચાર-ચારના બે ગુ્રપમાં વહેંચવામાં આવી છે. જે પછી બંને ગુ્રપમાં ટોચના બે સ્થાન મેળવનારી ખેલાડીઓ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.

મેન્સ સિંગલ્સના ડ્રોમાં ભારતના કિદામ્બી શ્રીકાંતેને ગુ્રપ બીમાં સ્થાન મળ્યું છે. તેના ગુ્રપમાં ચીનનો શી યુકી, તાઈપેઈનો ચોઉ ટીઇન ચેન અને વર્લ્ડ ચેમ્પિયન ડેનિશ પ્લેયર વિક્ટર એક્સેલ્સેન સામેલ છે. શ્રીકાંતને પહેલી જ મેચમાં એક્સેલ્સેન સામે રમવાનું છે. શ્રીકાંત ચાલુ વર્ષે જબરજસ્ત ફોર્મમાં છે અને તેણે ચાર સુપર સિરિઝ જીતીને ભારતીય બેડમિંટન ઈતિહાસના પહેલા ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે.

(9:31 am IST)