Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આઇપીઍલ મેચમાં ક્વાલિફાય થવા માટે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ માટે આજની મેચ મહત્વનીઃ હૈદરાબાદની ટીમ પણ જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ની 29મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ માટે આજની મેચ ક્વાલિફાય થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જ્યારે હૈદરાબાદ પણ આજની મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા ઝઝૂમશે.

ત્રણ વખતની ચેમ્પિયન અને ગત વખતની રનર્સ અપ ચેન્નઈને અત્યાર સુધી 7 મેચોમાંથી 5માં હાર મળી છે અને હવે તે જીતના પાટા પર પરત ફરવા માટે ઉત્સુક છે. પોઇન્ટ ટેબલમાં ચેન્નઈ 7મા સ્થાને છે.

CSK vs SRH: શું કહે છે આંકડા?

IPL રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 13 (2013-2019) થઇ ચુકી છે. ચેન્નઈએ 9, જ્યારે હૈદરાબાદે માત્ર 4માં જીત મેળવી છે. અહીં ધોનીની ટીમનો પલડું ભારે દેખાય છે.

IPLના ઇતિહાસમાં ચેન્નઈને લક્ષ્યને ચેઝ કરનારી સૌથી સારી ટીમ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી તેના બેટ્સમેન નિષ્ફળ રહ્યા છે. તેને પાંચેય હાર ચેઝ કરતા મળી છે. શેન વોટ્સન અને ફાફ ડુપ્લેસિસે ટોપ ઓર્ડરમાં સારુ પ્રદર્શન કર્યુ, પરંતુ મધ્યક્રમમાં ટીમના બેટ્સમેન અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે.

કેદાર જાધવના સતત ખરાબ પ્રદર્શન પછી ચેન્નઈએ ગત મેચમાં તેને બહાર કરી દીધુ હતું અને તેની જગ્યાએ નારાયણ જગદીશનની પસંદી કરવામાં આવી હતી.

સેમ કરન, રવિન્દ્ર જડેજા અને ડ્વેન બ્રાવો પણ બેટિંગમાં નિષ્ફળ રહ્યા. ધોની પણ ઝડપથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. કેપ્ટને પણ સ્વીકાર કર્યુ કે, જો તેમને આગળની મેચ જીતવી છે તો બેટિંગમાં સુધાર કરવું જ પડશે. ધોનીએ જણાવ્યું કે બેટિંગ ટીમ માટે ચિંતાનો વિષય છે. અમને તેમાં સુધાર કરવાની જરૂર છે.

બોલિંગમાં દિપક ચહર અને જાડેજા અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યા છે. બ્રાવો પરત ફરવાથી ટીમને મજબૂતી મળી છે. પરંતુ કરન, શાર્દુલ ઠાકુર અને કર્ણ શર્માને અપેક્ષા મુજબ પ્રદર્શન કરવાની જરૂર છે.

સનરાઇઝર્સની સ્થિતિ પણ ખૂબ સારી નથી. તેણે 7 મેચોમાંથી ત્રણમાં જીત મેળવી છે અને પોઇન્ટ ટેબલમાં પાચમાં નંબરે છે.

બેટિંગ સનરાઇઝર્સ માટે ચિંતાનો વિષય નથી કારણ કે જોની બેયરસ્ટો, કેપ્ટન ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમસન સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને ટીમની જવાબદારી પોતાના ખભા પર લીધી છે.

ભુનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શને ગુમાવ્યા બાદ બોલિંગ તેની નબળી કડી સાબિત થઇ રહી છે. ટીમ માટે રાશિદ ખાન અને ટી નટરાજન સારુ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ સંદિપ શર્મા, ખલીલ અહમદ અને અભિષેક શર્મા તેમની બોલિંગ યુનિટમાં નબળા સાબિત થયા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, મનીષ પાંડે, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, મિશેલ માર્શ, વિરાટ સિંહ, વિજય શંકર, સંદિપ શર્મા, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેયરેસ્ટો, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, શાહબાજ નદીમ, બિલિ સ્ટેનલેક, બાસિલ થમ્પી, ટી. નટરાજન, પ્રિયમ ગર્ગ, સંદીપ બવાનાકા, અબ્દુલ સમદ, ફૈબિયન એલન અને સંજય યાદવ.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), મુરલી વિજય, અંબાતિ રાયડૂ, ફાફ ડુ પ્લેસી, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, લુંગી નગિદી, દીપક ચાહર, પીયૂષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, એન જગદીશન, કે એમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાડ઼, કર્ણ શર્મા

(5:21 pm IST)