Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વિરાટ-ડિવીલીયર્સ જોડી નંબર-વન

વિરાટ અને ડિવીલીયર્સે ગઇકાલે ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની અણનમ પાર્ટનરશીપ કરી હતી. આઇપીએલમાં તેમની વચ્ચે ૧૦ મી સેન્ચુરી પાર્ટનરશીપ હતી. આ સાથે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેન્ચુરી પાર્ટનરશીપ કરનાર જોડી બન્યા હતાં. આ પહેલા ૯ સેન્ચુરી પાર્ટનરશીપનો રેકોર્ડ વિરાટ અને ક્રિસ ગેઇલના નામે હતો. શિખર ધવન અને ડેવિડ વોર્નર વચ્ચે ૬ વાર અને વોર્નર અને બેરસ્ટો વચ્ચે પાંચ વાર સેન્ચુરી પાર્ટનરશીપ જોવા મળી છે.

(3:28 pm IST)