Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ ઝિમ્બાબ્વેના બેટ્સમેન ટેલર ક્રિકેટને કહેશે અલવિદા

 નવી દિલ્હી: ઝિમ્બાબ્વેના વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન ટેલર સોમવારે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ટેલરે 18 વર્ષ પહેલા 2004 માં શ્રીલંકા સામે વનડેમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઝિમ્બાબ્વેના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. ટેલરે ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં 283 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ફક્ત ગ્રાન્ટ ફ્લાવર (288) અને હેમિલ્ટન મસાકાદઝા (313) તેમના કરતા વધારે ઝિમ્બાબ્વે માટે રમ્યા છે. ટેલરને તેની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વે તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની તક મળશે. હાલમાં તેની પાસે વનડેમાં 6667 રન છે અને તે ફ્લાવરના 6786 રનથી 112 રન પાછળ છે. જો તે આ રેકોર્ડ તોડવામાં સફળ રહે છે, તો તેની પાસે આ ફોર્મેટમાં 12 સદી હશે.

(5:44 pm IST)