Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇલેકટ્રોનીક સામાનને રીસાયકલ કરીને બનાવાયા ઓલમ્પીક મેડલો

૨૩ જુલાઇથી શરૂ થશે ટોકયો ઓલમ્પીક

નવી દિલ્હી,તા. ૧૩: ઓલમ્પીકમાં મેડલ જીતવાનું સ્વપ્ન દુનિયાના દરેક એથ્લેટનું હોય છે. ૧૮૯૬થી માંડીને ૨૩ જુલાઇએ શરૂ થનાર ટોકયો ઓલમ્પીક સુધી એથ્લેટોને અપાતા મેડલોમાં ઘણા બધા ફેરફારો થયા છે. ટોકયોમાં અપાનાર મેડલ ઘણા ખાસ હશે કેમ કે તેમને નકામા થઇ ચૂકેલા ઇલેકટ્રોનીક સામાનોને રીસાયકલ કરીને બનાવવામાં આવ્યા છે. આ મેડલ ૪૭,૦૦૦ ટન ઇ-વેસ્ટમાંથી તૈયાર કરાયા છે. આ મેડલોની ડીઝાઇન જાપાનમાં સાઇન ડીઝાઇનર જૂનિચી કાવાનીશીએ બનાવી છે.

બ્રોઝ મેડલનું વજન ૪૫૦ ગ્રામ છે. જેમાં ૯૫ ટકા તાંબુ અને પાંચ ટકા જસત છે. સીલ્વર મેડલનું વજન ૫૫૬ ગ્રામ છે અને આ મેડલ ૧૦૦ ટકા શુધ્ધ ચાંદીનો હોય છે. જ્યારે ગોલ્ડ મેડલ ૫૫૬ ગ્રામનો છે. ચાંદીમાંથી બનેલ મેડલ પર લગભગ ૬ ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બધા મેડલોની પહોળાઇ ૮૫ એમએમ અને જાડાઇ લગભગ ૧૨ એમએમ છે.

(3:11 pm IST)