Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સિરીઝ અધૂરી છોડીને સ્વદેશ રવાના સાઉથ આફ્રિકન મહિલા ટીમ

બાંગ્લાદેશમાં કોરોનાનો કહેર વધતા

નવીદિલ્હીઃ પાંચ વન-ડે મેચની સિરીઝ માટે બાંગલાદેશ ગયેલી સાઉથ આફ્રિકન મહિલા ટીમ હવે સિરીઝ અધૂરી મૂકીને સ્વદેશ રવાના થઈ ગઈ છે. સિરીઝની ચાર મેચ રમાઈ ગઈ છે અને પાંચમી અને છેલ્લી મેચ આજે મંગળવારે રમાવાની હતી, પણ એ પહેલાં બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડ સાથે મળીને આ મેચ રદ કરીને આફ્રિકન ટીમને સ્વદેશ રવાના કરવામાં લાગી ગયાં હતાં.

બાંગલાદેશમાં કોરોનાનો કેર વધતાં આવતીકાલથી એક અઠવાડિયું લોકડાઉન લાગી શકે છે અને એથી ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

(3:39 pm IST)