Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમદાવાદ કવાર્ટરબેક્સ ટીમ આખરે ફાઇનલમાં પ્રવેશી ગઈ

ફાઇવ એ-સાઇડ ફુટબોલ ટુર્નામેન્ટ રોચક બનીઃ ફુટબોલ ટુર્નામેન્ટમાં વિજેતા બનનારી ટીમ બ્રાઝીલ જશે

અમદાવાદ, તા.૧૩, ગ્લોબલ ફાઇવ એ-સાઇડ ફુટબોલ ટુર્નામેન્ટ નેમાર જુનિયર ફાઇવના અમદાવાદ ખાતે યોજાયેલા સીટી કવોલિફાયર્સ રાઉન્ડમાં કવાર્ટર બેકસ ટીમે સ્ટેપર્સને ૦-૦ના ફુલટાઇમ પછી ગોલ્ડન ગોલથી પછાડીને માર્ચમાં રમાનાર નેશનલ ફાઇનલમાં અમદાવાદનું પ્રતિનિધિત્વ પાકું કર્યું છે. શહેરના થલતેજ વિસ્તારમાં ઇન્દ્રભવન રોડ પર રેકેટ એકેડમી ખાતે આ સીટી કવોલિફાયર્સ યોજાઇ હતી, જેમાં ૬૨ ટીમોએ પ્રદર્શન કર્યું હતુ અને અમદાવાદમાંથી કવાર્ટરબેક્સ ટીમ નેઇમાર જુનિયર્સ ફાઇવ-૨૦૧૮ની ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. નેઇમાર જુનિયર્સ ફાઇવ, એનર્જી ડ્રિંક જાયન્ટ રેડ બુલ દ્વારા આયોજિત અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ફાઇવ ઓન ફાઇવ ફુટબોલ ટુર્નામેન્ટ નેમાર જુનિયર ફાઇવનો સીટી કવોલિફાયર્સ રાઉન્ડ તા.૧૩ મી જાન્યુઆરીથી શરૂ થયો હતો અને  અમદાવાદ, મુંબઇ, પૂણે, ગોવા, દિલ્હી, ઐઝવાલ, ચંદીગઢ, ગુવાહાટી, કોલકાતા, બેંગ્લોર, હૈદ્રાબાદ, ચેન્નાઇ, કોચી અને શિલોન્ગ સહિતના ૧૪ શહેરોમાં સીટી કવોલિફાયર્સ ફુટબોલ મેચ રમાઇ રહી છે. વિજેતા ટીમો માર્ચ-૨૦૧૮માં નેમાર જુનિયર્સ ફાઇવની રાષ્ટ્રીય ફાઇનલમાં ટકરાશે અને વિજેતા ટીમને જૂલાઇમાં બ્રાઝિલમાં નેમાર જુનિયર્સ ફાઇવ-૨૦૧૮માં ભાગ લેવાની તક મળશે. સ્થળ અને ભાગ લેનારાઓની દ્રષ્ટિએ દેશમાં આ સૌથી મોટી ફાઇવ એ-સાઇડ ફુટબોલ ટુર્નામેન્ટ છે. ફિફા અન્ડર-૧૭ વર્લ્ડ કપ પૂર્વ ચાર દિવસ લાંબા ફુટબોલ ફેસ્ટીવલના ભાગરૂપુે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે ફુટસલ અરેનામાં સપ્ટેમ્બર-૨૦૧૭માં નેઇમાર જુનિયર ફાઇવની ત્રીજી આવૃતિની પ્રિ-કવોલિફાયર્સ શરૂ થઇ હતી. મહાન ફુટબોલર્સ કયારેય મોટી કલબો કે મોટા સ્ટેડિયમોમાં તૈેયાર થતા નથી તેવી માન્યતા પર આધારિત આ ટુર્નામેન્ટ છે અને તેથી જ તે દેશના જુદા જુદા હિસ્સાઓમાંથી ઉત્કૃષ્ટ ફુટબોલ પ્લેયર્સને શોધી તેમને પોતાનું કૌશલ્ય દર્શાવવાનું એક અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. નેઇમાર જુનિયર્સ ફાઇવ સમગ્ર દેશમાં ફુટબોલ ચાહકોને તેમની કુશળતાનો ઉપયોગ કરી સફળતાનો માર્ગ કંડારવાની અને બ્રાઝિલમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડશે. નેઇમાર જુનિયર્સ ફાઇવમાં પાંચ-પાંચ ખેલાડીઓની બે ટીમોને ગોલકીપર વગર દસ મિનિટ સુધી તેનું કૌશલ્ય બતાવવાની તક મળશે. ટુર્નામેન્ટની સોૈથી રોમાંચક વાત એ છે કે, એક ટીમ દ્વારા કરવામાં આવતા પ્રત્યેક ગોલ વખતે સામેની ટીમના એક ખેલાડીએ મેદાન છોડી દેવાનું હોય છે. મેચમાં દસ મિનિટ બાદ સૌથી વધુ ખેલાડીઓ હોય(ગોલ કર્યા હોય ) અથવા સામેની ટીમના બધા જ ખેલાડીને મેદાન પરથી દૂર કર્યા હોય તે ટીમ જીતી જાય છે. બંને ટીમો સમાન સંખ્યામાં ગોલ કરે અથવા કોઇ ગોલ ના થાય તો મેચ ડ્રો થાય છે. પ્રત્યેક ટીમના ત્રણ ખેલાડી ૧૬થી ૨૫ વર્ષના અને બે ખેલાડીઓ ૨૫ વર્ષથી વધુની વયના હોવા જોઇએ તેવો ક્રાયટેરિયા છે.

(10:20 pm IST)