News of Saturday, 13th January 2018

16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ

નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્દોર સ્ટેડિયમમાં ચાલી રહેલ એશિયાના સૌથી મોટા શતરંજ ટુર્નામેન્ટમાં આજે થયેલ બે રાઉન્ડ જેમાં પાંચમા અને છઠ્ઠા રાઉન્ડ બાદ ભારતના ગ્રાન્ડ માસ્ટર મુરલી કાર્તિકેયને બાંગ્લાદેશના જીયોર રહમાન અને ટોપ સીડ અજરબૈજાનના ગ્રાન્ડ માસ્ટર અર્કાદિ  નાઈડીશને 5.5 અંકોની સાથે માત આપીને જીત હાસિલ કરી લીધી છે.જયારે ભારતના ખેલાડી અભિજીત ગુપ્તાને યુવા હમવતન હિમલ ગુસેન  સાથે હારનો સામનો કરવાની નોબત આવી છે.

(5:38 pm IST)
  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST