Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧૮૩ રને જીત

પાકિસ્તાનની ટીમ માત્ર ૭૪ રને ઓલઆઉટ : પાકિસ્તાને એક વખતે આઠ વિકેટ ૩૨ રને ગુમાવી દીધી હતી પરંતુ તે સૌથી ઓછા સ્કોર ઉપર આઉટ થતા બચ્યુ

ડ્યુનેડિન,તા. ૧૩ : ડ્યુનેડિન ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. પ્રવાસી પાકિસ્તાનની ટીમ માત્ર ૭૪ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે તે વનડે ક્રિકેટના ઇતિહાસમાં તેના સૌથી ઓછા જુમલા પર આઉટ થતા સહેજમાં બચી ગયુ હતુ. પાકિસ્તાને એક વખતે આઠ વિકેટ માત્ર ૩૨ રનમાં ગુમાવી દીધી હતી ત્યારે એવુ લાગી રહ્યુ હતુ કે તે તેના વનડેના સૌથી ઓછા જુમલા પર આઉટ થઇ જશે. જો કે કેપ્ટન સરફરાજ અહેમદ અને મોહમ્મદ આમીરે ઇજ્જત બચાવી લેવામાં સફળતા મેળવી હતી. આ બન્નેએ ૧૪-૧૪ રન કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે ૫૦ ઓવરમાં ૨૫૭ રન કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ૭૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ન્યુધીલેન્ડ તરફથી અગાઉ કેપ્ટન વિલિયમસને ૭૩ અને રોસ ટેલરે ૫૨ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડે હવે ૩-૦ની લીડ મેળવી લીધી છે. શ્રેણી પણ જીતી લીધી છે.  નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હાફિઝે સૌથી વધારે ૬૦ રન કર્યા હતા. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૬૬ રન બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ નવાઝ ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાકિસ્તાનની ટીમના તમામ બેટ્સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે.

બોલ્ટનો તરખાટ....

સમગ્ર શ્રેણીમાં બોલ્ટ છવાયો

         ડ્યુનેડિન, તા.૧૩ : ડ્યુનેડિન ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. પ્રવાસી પાકિસ્તાનની ટીમ માત્ર ૭૪ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે તે વનડે ક્રિકેટના ઇતિહાસમાં તેના સૌથી ઓછા જુમલા પર આઉટ થતા સહેજમાં બચી ગયુ હતુ. પાકિસ્તાને એક વખતે આઠ વિકેટ માત્ર ૩૨ રનમાં ગુમાવી દીધી હતી ત્યારે એવુ લાગી રહ્યુ હતુ કે તે તેના વનડેના સૌથી ઓછા જુમલા પર આઉટ થઇ જશે .બોલ્ટે ફરી એકવાર જોરદાર તરખાટ મચાવ્યો હતો. તેની ઘાતક બોલિંગ નીચે મુજબ રહી હતી.

ઓવર............................................................. ૭.૨

મેઇડન............................................................. ૦૧

રન.................................................................. ૧૭

વિકેટ.................................................................. ૫

ઇકોનોમિક .................................................... ૨.૩૧

(1:02 pm IST)