Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો : ઋષભ પંતને ઇજા થતા ટીમની બહાર

પંતને ડોકટર્સે એક અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી

મુંબઈ : આઈપીએલ ૨૦૨૦ની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટસમેન ઋષભ પંતને ડોકટર્સે એક અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ટીમનાં કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ વાતની જાણકારી આપી છે.

ઋષભ પંતની ઈજા વિશે ઐય્યરે કહ્યું કે, અમને નથી ખબર કે ઋષભ પતં કયારે વાપસી કરશે. મેં ડોકટરો સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું કે, એક અઠવાડિયા સુધી આરામ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સામેની ગત મેચમાં પંતને ચાલવામાં તકલીફ થતી હતી. કાગિસો રબાડાના બોલ પર એરોનનો કેચ લીધા બાદ તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અગાઉ વિકેટ પર દોડવા દરમિયાન પણ તેને સમસ્યા થઈ રહી હતી.


આઈપીએલ મુકાબલામાં મુંબઈથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐય્યરે કહ્યું કે, અમારે ૧૦થી ૧૫ રન ઓછા રહી ગયા. જો આ લય ૧૭૫ રનનું હોત તો તે કાંઈક અલગ હોત. માકર્સ સ્ટોઈનિસ યારે રન આઉટ થયો, ત્યારે જ અમે ચૂકી ગયા હતા. અમારે તેના પર કામ કરવાની જર છે. અમારે ફિલ્ડીંગ ઉપર પણ કામ કરવાની જર છે.

ઐય્યરે કહ્યું કે, અમારે આગામી મેચ પહેલાં પોતાની માનસિકતા પર કામ કરવાની જર છે. મને લાગે છે કે, અમારે માટે એ મહત્વનું છે કે, અમારે વસ્તુઓને હળવાશમાં લેવી જોઈએ નહીં. અમારે અમુક વસ્તુઓ પર કામ કરવાની પણ જર છે

(10:49 am IST)