Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન થિલાન સમરાવીરાની ન્યુઝીલેન્ડ ક્રિકેટના નવા બેટિંગ કોચ તરીકે નિમણૂક

નવી દિલ્હી: બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આગામી પ્રવાસ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન થિલન સમરાવીરાને તેના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આગામી ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટનું શિડ્યુલ ઘણું વ્યસ્ત છે. તેથી, ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ નિર્ણય ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના કામના બોજને મેનેજ કરવા માટે લીધો છે. આ કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટે ત્રણ શ્રેણી માટે અલગ અલગ ટીમોની જાહેરાત કરી છે.

(5:56 pm IST)