Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કાઉન્ટી મેચમાં ટીમ ડેવિડની તોફાની બેટીંગઃ ૭૦ બોલમાં અણનમ ૧૪૦ રન ફટકાર્યા

૯ ચોગ્ગા અને ૧૧ ગગનચુંબી સિકસરો ઝીકી બોલરોના હોસ ઉડાડયા

નવીદિલ્હીઃ ઓવલ મેદાન પર રમાઈ રહેલા રોયલ લંડન વનડે કપમાં ૨૫ વર્ષના બેટ્સમેને બોલરોની કલાસ લીધી હતી. સરે કાઉન્ટી ક્રિકેટ કલબ અને યોર્કશાયર ક્રિકેટ કલબ વચ્ચેના મેચમાં સિંગાપોરના બેટ્સમેન ટિમ ડેવિડે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.

૬ ફૂટ ૫ ઇંચ લાંબા ખેલાડી ટિમ ડેવિડ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે જે પ્રકારની વિસ્ફોટક બેટિંગ કરી હતી તે જોઈને દરેક હૈરાન રહી ગયા હતા. ટિમ ડેવિડે તોફાની બેટિંગ કરતી વખતે ૭૦ બોલમાં અણનમ ૧૪૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૯ ચોગ્ગા અને ૧૧ છગ્ગા ફટકાર્યા હતા. જો માત્ર તેના બાઉન્ડ્રી રન ગણવામાં આવે, તો તેણે ૨૦ બોલમાં ૧૦૨ રન બનાવ્યા.

(3:03 pm IST)