Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટેસ્ટ રેન્કીંગમાં બેટીંગમાં કોહલીને પછાડી રૂટ ચોથા સ્થાને

ઓલી રોબિન્સન ૨૨ સ્થાનના સુધારા સાથે ૪૬ મા સ્થાને છે ભારતના શાર્દુલ ઠાકુર ૧૯ મા સ્થાને ૫૫ મા ક્રમે છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડીને ચોથા નંબરે છે.  રુટે પ્રથમ મેચમાં ૬૪ અને ૧૦૯ રન બનાવ્યા હતા, જેની મદદથી તેને ૪૯ રેટિંગ પોઈન્ટ મળ્યા હતા.  કોહલી પાંચમા સ્થાને સરકી ગયો છે. રવિન્દ્ર જાડેજા ૩૭૭ રેટિંગ પોઇન્ટ સાથે ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.  લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટમાં ૮૪ ૨૬ રન સાથે ૫૬માં ક્રમે છે.

(3:02 pm IST)