Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

યુરો કપ ફાઇનલમાં ઇટાલીએ ઇંગ્લેન્ડને પેનલ્ટી શુટ આઉટમાં ૩-ર થી હરાવ્યું

પપ વર્ષથી ઇંગ્લેન્ડ કોઇ પણ ટાઇટલ જીત્યુ નથી જયારે ઇટલી ૩૪ મેચમાંથી એક પણ હાર્યુ નથી

લંડન, તા., ૧રઃ ઈટલીએ બીજી વખત યૂરો કપનું ટાઇટલ જીતી લીધું છે. યૂરો 2020 (Euro 2020)ની ફાઇનલમાં ઈટાલીની ટીમે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટ આઉટમાં 3-2¥À હરાવી (Italy Beat England) દીધું. ફુલ ટાઇમ સુધી સ્કોર 1-1¥À બરાબર હતો. ઈંગ્લેન્ડે 55 વર્ષથી કોઈ ટાઇટલ જીત્યું નથી. ઇટલી 1968®¾‚ પણ યૂરો કપનું ટાઇટલ જીત્યું હતું. તે પછી યૂરો કપમાં અત્યાર સુધી એકપણ ટાઈટલ જીતવામાં ટીમને સફળતા મળી નથી. જયારે ઈટલી 34 મેચથી એકપણ મેચ હાર્યું નથી.

લંડનન વેમ્બલે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી. બીજી જ મિનિટમાં લ્યૂક શાઙ્ખ (Luke Shaw)એ ગોલ કરીને ટીમને 1-0¨À સરસાઈ અપાવી દીધી. આ યૂરો કપના ફાઇનલનો સૌથી ઝડપી ગોલ છે. લ્યૂક શાઙ્ખએ 1 મિનિટ 57 સેકન્ડમાં ગોલ કરી દીધો હતો. આ પહેલા 1964®¾‚ સ્પેનના જીસસ મારિયાએ રશિયાની વિરુદ્ઘ ફાઇનલમાં છઠ્ઠી મિનિટમાં ગોલ કર્યો હતો. 67®À મિનિટમાં ઈટલીના લિયોનાર્ડો બાનુચીએ ગોલ કરી 1-1¥À બરાબરી કરી દીધી. 34 વર્ષ 71 દિવસના બોનુચી ફાઇનલમાં ગોલ કરનારો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો. ફુલ ટાઇમ સુધી સ્કોર 1-1¥À બરાબર પર રહ્યો. 30 મિનિટના વધારાના સમયમાં પણ બંને ટીમ ગોલ ન કરી શકી. યૂરો કપના ઈતિહાસમાં બીજી વાર ટૂર્નામેન્ટમાં રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટથી આવ્યું. આ પહેલા 1976®¾‚ પેનલ્ટીથી પરિણામ આવ્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડ તરફથી હૈરી કૈન, હૈરી મૈગુઓરે ગોલ કર્યા જયારે માર્કસ રૈશફોર્ડ, જેડન સાંચો અને બુકાયો સાકા ગોલ ન કરી શકયા. ઈટલી તરફથી ડોમનિકા બેરાર્ડી, લિયોનાર્ડો બોનુચી, ફેડરિકોએ ગોલ કર્યા હતા. જયારે ઈંગ્લેન્ડ તરફ આંદ્રેઇ બેલોટી, જોર્ગિન્હો ગોલ કરી શકયા નહતા.

(3:11 pm IST)