Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભારતીય ક્રિકેટર પૃથ્‍વી શોની ગર્લફ્રેન્‍ડ છે પ્રાચીસિંહઃ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર બંનેએ પ્રેમની લાગણી કરી છે વ્‍યક્‍ત

અમદાવાદઃ ક્રિકેટ અને બોલીવુડનું કોકટેલ અત્યંત હિટ માનવામાં આવે છે. શર્મિલા ટાગોર-નવાબ પટૌડી, હરભજન સિંહ-ગીતા બસરા, ઝહીર-સાગરિકા, યુવરાજ-હેઝલ અને વિરાટ-અનુષ્કા જેવી અનેક જોડીઓ ખેલાડી અને હસીનાઓના સફળ સંબંધ પર મહોર મારે છે. હવે વધુ એક ખેલાડી બી-ટાઉન અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો છે અને તેનો ખુલાસો ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ધમાકેદાર બેટિંગ પછી થયો છે. ત્યારે કોણ છે પૃથ્વી શૉની Romoured Girlfriend?

1. IPl-14ની તોફાની શરૂઆત

વિજય હઝારે ટ્રોફીમાં કમાલનું પ્રદર્શન કરનારા યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ની સિઝનની શરૂઆત પણ શાનદાર રીતે કરી છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં આક્રમક અર્ધસદી ફટકારી.

2. Romoured Girlfriendએ કર્યું રિએક્ટ

પૃથ્વી શૉની આ ઈનિંગ્સ પર તેની Romoured Girlfriend પ્રાચી સિંહ ગદગદ છે. તેણે પૃથ્વીની ઈનિંગ્સ પર રિએક્ટ પણ કર્યું છે. પ્રાચીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો પોસ્ટ કરતાં લખ્યું- શૉએ શું શરૂઆત કરી છે. તેણે હાર્ટ-ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.

3. ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી ચૂકી છે પ્રેમની લાગણી

પ્રાચી પહેલાં પણ પ઼ૃથ્વીના પોસ્ટ પર કમેન્ટ કરી ચૂકી છે. પૃથ્વીએ આઈપીએલ પહેલાં ટ્રેનિંગ સેશનની તસવીર પોસ્ટ કરી હતી. તેની આ પોસ્ટ પર પ્રાચીએ લખ્યું હતું કે હાહા, હું તમારી સ્માઈલ મિસ કરી રહી છું. સાથે જ તેણે કમેન્ટમાં હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી હતી.

4. કોણ છે પ્રાચી સિંહ

પ્રાચી સિંહ એક નવોદિત અભિનેત્રી છે. જે કલર્સ ટીવીની જાણીતી સીરિયલ ઉડાન સપનોં કીમાં જોવા મળતી હતી. સીરિયલમાં તે પ્રાચી સમીરની બહેનનો રોલ કરતી હતી. અભિનેત્રીની સાથે સાથે તે શાનદાર ડાન્સર પણ છે.

5. અભિનેત્રીની સાથે સાથે બેલે ડાન્સ માટે જાણીતી

મોડલિંગમાં હાથ અજમાવી ચૂકેલી પ્રાચી શાનદાર બેલે ડાન્સ માટે જાણીતી છે. પ્રાચીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેલી ડાન્સિંગના તમામ વીડિયોઝ તેની ડાન્સિંગ સ્કિલ્સને દર્શાવવા માટે પૂરતા છે.

(5:36 pm IST)