Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સિડની ટુર્નામેન્ટમાં વિશ્વ નંબર વન જોડીથી હારનો સામનો કરવો પડ્યો બોપન્ના-રોજરને

નવી દિલ્હી: ભારતના રોહન બોપન્ના અને ફ્રાન્સના એડવર્ડ રોજર વેસલિનની જોડી વિશ્વ નંબર વન જોડી સામે સિડની ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નંબર વન જોડી કુબોટ અને મેલોએ સેમિફાઇનલમાં બોપન્ના-રોજરને  4-6,7-5,8-10થી માત આપી હતી. પોલેન્ડ અને બ્રાજિલની આ જોડીએ એક કલાક અને 29 મિનિટમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં આ જોડીની ટક્કર જર્મનીના લેનાર્ડ સ્ટ્ર્ક અને રોમાનિયન વિકટર ટ્રોએકિ સાથે થવાનો છે. આ જોડીએ એમિફાઇનલમાં જિન જુલિયર રોજર અને હોરિયા ટીકાઉ ને 7-6,6-1થી પરાસ્ત કરી હતી.

(4:33 pm IST)