News of Friday, 12th January 2018

કાલથી અન્ડર-૧૯ વર્લ્ડકપ : યુવા પ્રતિભાઓ નિખરશે

ન્યુઝીલેન્ડના ૭ મેદાનોમાં કુલ ૧૬ ટીમો વચ્ચે જામશે જંગ : ભારતનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાશે : ૨૨ દિવસની આ ટુર્નામેન્ટ ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે : ગત વર્ષે વિન્ડીઝ ચેમ્પિયન બનેલુ, ભારત રનર્સઅપ : ટીમ ઈન્ડિયાના લીગ મેચો ડે એન્ડ નાઈટ હશે : દર બે વર્ષે રમાતી આ ટુર્નામેન્ટ : ૧૬ દેશોના કુલ ૨૪૦ ખેલાડીઓનું ભાવિ આગામી ત્રણ અઠવાડીયામાં નક્કી થઈ જશે : મોહંમદ કૈફ, યુવી, વિરાટ, રવિન્દ્ર અને મનિષ પાંડે જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યા છે : ટુર્નામેન્ટ ચેમ્પિયન બનવા ટીમ ઈન્ડિયા હોટફેવરીટ : અન્ય મેચો ભારતીય સમય મુજબ વ્હેલી સવારે ૩ વાગ્યે અને ભારતના ડે એન્ડ નાઈટ મેચો સવારે ૫:૩૦ વાગ્યાથી શરૂ થશે

ન્યુઝીલેન્ડ : આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ) દ્વારા અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડકપનો આવતી કાલે આરંભ થઈ રહ્યો છે. બાવીસ દિવસની આ સ્પર્ધા ૧૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. કિવીઓની ભૂમિ પર ત્રીજી વાર આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ બારમો અન્ડર-૧૯ વર્લ્ડ કપ છે અને અગાઉ બે વખત (વર્ષ ૨૦૦૨, વર્ષ ૨૦૧૦) ન્યુઝીલેન્ડમાં આ સ્પર્ધા યોજાઈ હતી. એ જોતા ન્યુઝીલેન્ડ ત્રણ વખત આ વિશ્વ કપનું યજમાન બનનાર પ્રથમ દેશ છે.

ગયા વખતે (૨૦૧૬)માં વેસ્ટ ઈન્ડિઝ અન્ડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું. જયારે ભારત રનરઅપ રહ્યુ હતું. આ વખતે ભારતની ત્રણેય લીગ મેચ ડે / નાઈટ છે. સ્પર્ધા ન્યુઝીલેન્ડમાં રમાવાની હોવાથી સામાન્ય રીતે તમામ મેચો (ભારતીય સમય અનુસાર) વહેલી સવારે ૩ વાગ્યે શરૂ થશે. પરંતુ ભારતની ત્રણેય લીગ મેચ ડે/નાઈટ હોવાથી એનો (ભારતીય સમય મુજબ) સવારે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્યે આરંભ થશે.

દર બે વર્ષ રમાતી આ સ્પર્ધામાં આ વખતે ભાગ લઈ રહેલા ૧૬ દેશોના કુલ ૨૪૦ ખેલાડીઓનું ભાવિ આગામી ત્રણ અઠવાડીયામાં નક્કી થઈ જશે. દરેક દેશે કુલ ૧૫ ખેલાડીઓને આ સ્પર્ધા માટે ન્યુઝીલેન્ડ મોકલ્યા છે. કિવીઓની ધરતી પર કુલ ૭ મેદાન પર આ સ્પર્ધાની મેચો રમાશે.

અહીં યાદ અપાવવાની કે ભૂતકાળમાં ભારતને મોહંમદ કૈફ, યુવરાજસિંહ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મનીષ પાંડે સહિતના કેટલાક નામાંકિત ખેલાડીઓ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યા હતા.

યુવા વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ સમોવડીયા દેશ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે (ભારતીય સમય મુજબ વહેલી સવારે ૫:૩૦ વાગ્યાથી) રમાશે. આ બંને દેશ ત્રણ - ત્રણ વખત ચેમ્પિયન બન્યા છે અને આ વખતે ચોથી ટ્રોફી માટે તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ થશે. યોગાનુયોગ, બંને દેશ એક જ ગ્રુપ (બી)માં છે. ૧૬ દેશોને ચાર ગ્રુપમાં સરખા ભાગે વહેંચી નાખવામાં આવ્યા છે. ભારત - ઓસ્ટ્રેલિયાવાળા ગ્રુપ બીમાં ઝિમ્બાબ્વે અને પપુઆ ન્યુ ગિનીનો સમાવેશ છે.

કયા ગ્રુપમાં કઈ ટીમ?

 

 

ગ્રુપ - એ

:

ન્યુઝીલેન્ડ, કેન્યા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ

ગ્રુપ - બી

:

ભારત, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, પપુઆ ન્યુ ગિની

ગ્રુપ - સી

:

ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, કેનેડા, નામિબિયા

ગ્રુપ - ડી

:

પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ

ભારતની લીગ મેચ કયારે? કોની સામે?

 

 

કયારે

હરીફ

જીવંત પ્રસારણ

૧૪ જાન્યુ.

ઓસ્ટ્રેલિયા

સવારે ૫:૩૦

૧૬ જાન્યુ.

પપુઆ ન્યુ ગિની

સવારે ૬:૩૦

૧૯ જાન્યુ.

ઝિમ્બાબ્વે

સવારે ૬:૩૦

(3:43 pm IST)
  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી. access_time 3:08 pm IST