Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

૨૭ જૂનથી વિમ્‍બલ્‍ડનનો પ્રારંભઃ કુલ ૩૯૨ કરોડના ઇનામો

મહિલા અને પુરૂષ એમ બન્ને વિજેતાઓને એકસરખી ૧૯.૩૮ કરોડનું ઇનામ અપાશે

નવી દિલ્‍હીઃ આગામી ૨૭ જૂનથી ૧૦ જુલાઇ સુધી લંડનમાં યોજાનારી ટેનિસની વિમ્‍બલ્‍ડન ચેમ્‍પિયનશિપમાં કુલ ૪૦.૩૫ મિલીયન પાઉન્‍ડ (૩૯૨ કરોડ રૂપિયા)ની વિક્રમજનક ઇનામી રકમ આપવામાં આવશે.

   ૨૦૨૧ ની વિમ્‍બલ્‍ડનની સરખામણીમાં આમાં ૧૧.૧  ટકાનો વધારો થયો છે, જ્‍યારે છેલ્લે ફુલ કેપેસિટી સાથેની આ સ્‍પર્ધા ૨૦૧૯માં યોજાઇ હતી અને એની તુલનામાં ૫.૪ ટકા વધારવામાં આવી છે. આ ગ્રાસ કોર્ટ ઇવેન્‍ટમાં સિંગલ્‍સનો તાજ જીતનાર પુરુષ તથા મહિલા બન્ને વિજેતાને એકસરખી બે મિલીયન પાઉન્‍ડ (૧૯.૩૮ કરોડ) ની રકમ મળશે.આ વધારો ગયા વર્ષની તુલનામાં ૧૭.૬ ટકા વધુ છે. જોકે ૨૦૧૯ની સરખામણીમાં ૨૩૫ ટકા ઓછી છે

(3:59 pm IST)