Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઓડિસા એરપોર્ટ ખાતે ખેલાડીઓ હળવા મૂડમાં : કાલે બીજો ટી-૨૦ જંગ

નવી દિલ્‍હી : આવતી કાલે ૧૨ જૂને બારાબતી સ્‍ટડિયમમાં રમાનારી બીજી ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચ માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓ કડક સુરક્ષા વચ્‍ચે ઓડિશા પહોચ્‍યા હતા. બંને ટીમોનું એરપોર્ટ ખાતે સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડયા હતા.

બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર દિલ્‍હીથી ઓડિશા પહોચેલા ખેલાડીઓની એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંને ટીમના ખેલાડીઓ ચેટિંગ અને મસ્‍તી કરતા જોવા મળે છે. કડક સુરક્ષા વચ્‍ચે સ્‍પેશિયલ બસમાં ખેલાડીઓને હોટેલમાં લઇ જવામાં આવ્‍યા હતા. આવતી કાલે સાંજે ૭ વાગ્‍યાથી બીજો ટી-૨૦ મુકાબલો રમાશે.

(3:58 pm IST)