Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આઈપીએલના મીડિયા રાઈટ્‍સની રેસમાંથી એમેઝોન આઉટઃ રિલાયન્‍સ ગ્રુપનો માર્ગ મોકળો

આવતીકાલે અને સોમવારના ઈ- ઓકશનમાં સ્‍ટાર, સોની, ઝી પણ રેસમાં: બીસીસીઆઈ અંદાજે ૪૫ હજાર કરોડ કમાશે

નવીદિલ્‍હીઃ આવતીકાલે અને સોમવારે આઈપીએલના પાંચ વર્ષ (૨૦૨૩ થી ૨૦૨૭)માટેના મીડિયા રાઈટ્‍સના વેચાણ માટેનું ઈ- ઓકશન યોજાવાનું છે અને એ માટેની રેસમાંથી ઓટીટી (ઓવર-ધ-ટોપ) જાયન્‍ટ એમેઝોન ગ્રુપ હટી જતાં હવે આ હક મેળવી લેવા મુકેશ અંબાણીના રિલાયન્‍સ ગ્રુપના વાયકોમ ૧૮ માટે માર્ગ મોકળો બન્‍યો છે.
જો કે બીજા ત્રણ મોટાં હરીફો સ્‍ટાર ગ્રુપ, સોની તથા ઝી પણ ટીવી અને ડિજિટલ સ્‍પેસ માટેની રેસમાં છે. જેફ બેજોઝના એમેઝોન ગ્રુપ શા માટે રેસમાંથી નીકળી ગયું એનું સત્તાવાર કારણ નહોતું મળ્‍યું, પરંતુ કહેવાય છે કે આ ગ્રુપે ભારતમાં ૬ અબજ ડોલરનું જંગી રોકાણ કર્યુ છે.(૩૦.૭)

આ ૧૦ કંપનીઓ છે રેસમાં?
વાયકોમ ૧૮, વોલ્‍ટ ડિઝની (સ્‍ટાર), સોની, ઝી, ટાઈમ્‍સ ઈન્‍ટરનેટ, ફેન કોડ, ફનએશિયા, ડ્રીમ૧૧, સુપરસ્‍પોર્ટ અને સ્‍કાય સ્‍પોર્ટ્‍સ.
બેઝ પ્રાઈઝ કેટલી?
છેલ્લે સ્‍ટાર ગ્રુપે આઈપીએલના પ્રસારણ માટેના તમામ હક ૧૬,૩૪૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જો કે આગામી પાંચ વર્ષ માટેના રાઈટ્‍સ માટેની મૂળ કિંમત ૩૨,૪૪૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. એવું મનાય છે કે બીસીસીઆઈ આ રાઈટ્‍સ અંદાજે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા (આશરે ૫.૮ અબજ ડોલર)માં વેચવામાં સફળ થશે.

પેકેજિસની ઓફર
પેકેજ ‘એ': ઈન્‍ડિયન સબ- કોન્‍ટિનેન્‍ટ એકસકલુઝિવ ટીવી (બ્રોડકાસ્‍ટ) રાઈટ્‍સ. મૂલ્‍ય આશરે ૧૮,૧૩૦ કરોડ રૂપિયા.
પેકેજ ‘બી': ડિજિટલ રાઈટ્‍સ ફોર ઈન્‍ડિયન સબ- કોન્‍ટિનેટ. મૂ્‌લ્‍ય આશરે ૧૨,૨૧૦ કરોડ રૂપિયા.
પેકેજ ‘સી': ડિજિટલ સ્‍પેસ માટે પ્રત્‍યેક સીઝનમાં પસંદગીની ૧૮ મેચો. મૂલ્‍ય આશરે ૯૯૦ કરોડ રૂપિયા.
પેકેજ ‘ડી': (તમામ મેચો) વિદેશી માર્કેટ્‍સ માટેના ટીવી તથા ડિજિટલ રાઈટ્‍્‌સ. મૂલ્‍ય.

 

(2:39 pm IST)