Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સ્મૃતિ મંધાનાની ટીમ ટ્રેઈલબ્લેઝર ચેમ્પિયન

લોસ્કોરીંગ મેચમાં ટ્રેઈલબ્લેઝરે આપેલા ૧૧૯ રનના ટાર્ગેટ સામે હરમનપ્રીતની ટીમ સુપરનોવાસનો ૧૬ રને પરાજય

શારજાહઃ મહિલાઓની આઈપીએલ વિમેન્સ ટી-૨૦ ચેલેન્જમાં ટ્રેઈલબ્લેઝરના રૂપમાં નવી ચેમ્પિયન મળી હતી. ગઈકાલે શારજાહમાં રમાયેલી ફાઈનલમાં બે સીઝનની ચેમ્પિયન મળી હતી. ગઈકાલે શારજાહમાં રમાયેલી ફાઈનલમાં બે સીઝનની ચેમ્પિયન હરમનપ્રીતની કેપ્ટન્સીવાળી સુપરનોવાસને સ્મૃતિ મંધાનાના નેતૃત્વવાળી ટ્રેઈલબ્લેઝરે લો- સ્કોરિંગ મુકાબલામાં ૧૬ રનથી પરાજિત કરીને અપસેટ સર્જયો હતો. ટ્રેઈલબ્લેઝરે આપેલા ૧૧૯ રનના ટાગેસ્ટ સામે સુપરનોવા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૦૨ રન જ બનાવી શકયું હતું.

સુપરનોવાસની ઈન ફોર્મ બેટ્સવુમન ચમારી અટાપટુ ૬ રન જ બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત ઈન્જરી છતાં ૩૬ બોલમાં ૩૦ રન સાથે લડત આપ્યા છતાં ટીમને હારથી બચાવી નહોતી શકી. પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિ મંધાના અને પ્લેયર ઓફ ધ સિરીઝ રાધા યાદવ બની હતી.

(2:43 pm IST)