Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

4 મેચમાં ફલોપ સાબિત થતા વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમમાંથી અજીંકય રહાણેને બહાર કરે તેવી શક્‍યતા

મયંક અગ્રવાલને પાંચમા નંબરે બેટીંગમાં સ્‍થાન મળે તેવી શક્‍યતા

માન્ચેસ્ટર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે બપોરે 3:30 વાગ્યાથી માન્ચેસ્ટરમાં રમાશે. અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફિટ નથી બેસતો. રહાણે આ સિરીઝમાં અત્યાર સુધી 4 મેચમાં ફ્લોપ સાબિત થયો છે, માત્ર એક વખત તેણે પોતાના બેટથી ફિફ્ટી ફટકારી હતી. એવામાં અજિંક્ય રહાણેને મોટો ઝટકો લાગી શકે છે. ભારતની બેટિંગ લાઇનઅપ ફ્લોપ સાબિત થઇ રહી છે, જેમાં અજિંક્ય રહાણેએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ ઇન્ડિયામાં 3 ખેલાડીઓ છે, જે આજની ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણેની જગ્યાએ 5 નંબર પર બેટિંગ કરી શકે છે.

મયંક અગ્રવાલ

અજિંક્ય રહાણેના સ્થાને મયંક અગ્રવાલને 5 માં નંબરે બેટિંગ કરવાનો મોટો દાવેદાર માનવામાં આવે છે. મયંક અગ્રવાલને છેલ્લે બ્રિસ્બેન ટેસ્ટમાં રમવાની તક મળી હતી. મયંક અગ્રવાલ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 4 ટેસ્ટ મેચમાં પણ રમ્યો ન હતો, પરંતુ તેને આજની ટેસ્ટ મેચમાં તક મળી શકે છે. મયંક અગ્રવાલના નામે ટેસ્ટમાં 1000 થી વધુ રન છે અને તેની સરેરાશ પણ 45.73 છે. મયંક અગ્રવાલે અત્યાર સુધીમાં ભારત માટે 14 ટેસ્ટ મેચમાં 46 ની સરેરાશથી 1052 રન બનાવ્યા છે. તેણે 23 ઇનિંગ્સમાં ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેન કરતા ઘરેલું મેદાન પર મયંક અગ્રવાલની સરેરાશ વધુ ખતરનાક છે. અગ્રવાલે ભારતીય જમીન પર 215, 108 અને 243 રનની ઇનિંગ રમી છે.

હનુમા વિહારી

હનુમા વિહારીના રેકોર્ડ પર નજર કરીએ તો 5 માં નંબર પર અજિંક્ય રહાણેના સ્થાને તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાનો વિશ્વસનીય બેટ્સમેન હનુમા વિહારી ઘણીવાર ટીમની પ્લેઈંગ ઈલેવનમાં અંદર-બહાર થતો રહે છે. આજની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા અજિંક્ય રહાણેના સ્થાને 5 માં નંબર પર હનુમા વિહારીને તક આપી શકે છે. 27 વર્ષીય હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચમાં 32.84 ની સરેરાશથી 624 રન બનાવ્યા છે. ટેસ્ટ નિષ્ણાત અજિંક્ય રહાણેનો રન દુષ્કાળ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં અજિંક્ય રહાણેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. સતત ફ્લોપ થઈ રહેલા રહાણે માટે ઘણા દિગ્ગજો તેને બહાર બેસાડવાની ચર્ચા કરી રહ્યા છે. રહાણેએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેલબોર્ન ટેસ્ટમાં ભારત માટે છેલ્લી સદી ફટકારી હતી અને ત્યારથી તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે તેણે ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 61 રનની ઈનિંગ રમી હતી, પરંતુ પછીની 2 ટેસ્ટમાં તે ફરીથી નિષ્ફળ સાબિત થયો.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ ચોથી ટેસ્ટ મેચમાં 5 માં નંબરે બેટિંગના મજબૂત દાવેદાર માનવામાં આવે છે. અજિંક્ય રહાણેની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આજની ટેસ્ટ મેચમાં સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ટીમમાંથી અજિંક્ય રહાણેનું કાર્ડ કાપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સૂર્યકુમાર યાદવ જેવા પ્રતિભાશાળી બેટ્સમેન છે, જે મેદાનની આસપાસ એકથી વધુ શોટ રમવાની અને રન મેળવવાની કળા જાણે છે. સૂર્યકુમાર યાદવની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

(6:34 pm IST)