Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટી 20 વર્લ્ડ કપ: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે મોહમ્મદ નબી

નવી દિલ્હી: આગામી ટી 20 વર્લ્ડકપ માટે ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નબી ગુરુવારે કેપ્ટન પદેથી રાજીનામું આપનાર રાશિદ ખાનની જગ્યા લેશે. રાશિદે કેપ્ટનશીપ છોડ્યા બાદ કહ્યું કે, આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત થાય તે પહેલા તેની સંમતિ ન લેવામાં આવી ત્યારે તેણે આ નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (ACB) ગુરુવારે આગામી ટી 20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ઘોષણાના મિનિટ પછી, રશીદે કહ્યું કે પસંદગી સમિતિ અને ACB એ ટીમ માટે તેની સંમતિ લીધી નથી. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદને વર્લ્ડકપ માટે જાહેર કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે બે અનામત ખેલાડી તરીકે અફસર ઝાઝાઈ અને ફરીદ અહમદ મલિકને સામેલ કરવામાં આવ્યા છે.

(5:16 pm IST)