Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટીમ ઇન્ડિયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં આફ્રિકાના પ્રવાસે

ત્રણ-ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-૨૦ મેચોની સિરીઝ રમશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.  ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ  જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર તમામ ફોર્મેટમાં શ્રેણી રમશે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ૧૭ થી ૨૧ ડિસેમ્બર સુધી જોહાનિસબર્ગમાં રમાશે.  બીજી ટેસ્ટ મેચ ૨૬-૩૦ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.  જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ ૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન જોહાનિસબર્ગમાં રમાશે.  ત્રણ ટેસ્ટની સિરીઝ રમાશે.

 પહેલી વનડે - ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ - પાર્લ,  બીજી વનડે - ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ - કેપટાઉન,  ત્રીજી વનડે - ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ - કેપટાઉન,   પહેલી ટી ૨૦ - ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ - કેપટાઉન,  બીજી વ્૨૦ - ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ - કેપટાઉન,  ૩ જી ટી ૨૦ - ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ - પાર્લ 

(4:13 pm IST)