Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

માનચેસ્ટર ટેસ્ટની બે દિવસની રમત મુલતવી : હવે મેચ રવિવારથી શરૂ થશે: બંને દેશના બોર્ડે આંતરિક સમજૂતીથી નિર્ણય લીધો

ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં દેખાયેલા ભારતીય ક્રિકેટર અને દિનેશ કાર્તિકે આ અંગે માહિતી આપી છે. પાંચમી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે કે નહીં, પરિસ્થિતિને સ્પષ્ટ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

ECB એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને જોતા, માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ બે દિવસની રમત મુલતવી રાખવામાં આવી છે. હવે મેચ રવિવારથી શરૂ થશે. બંને દેશોના બોર્ડ દ્વારા સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી છે. જો મેચ રવિવારથી શરૂ નહીં થાય તો તેને રદ ગણવામાં આવશે.

આ પહેલા આ શ્રેણી દરમિયાન કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળેલા ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે મેચના પ્રથમ દિવસને મુલતવી રાખવાની માહિતી આપી હતી. દિનેશ કાર્તિકે ટ્વિટ કર્યું હતું કે, ઓલ્ડ ટ્રેફોર્ડમાં પ્રથમ દિવસની રમતની કોઈ તક નથી.

 ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ ફિઝિયોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પછી તમામ ખેલાડીઓની પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી અને ખેલાડીઓને તેમના હોટલના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, ગુરુવારે મોડી રાત્રે જ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોઈ પણ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ ન આવ્યો હોવાથી, મેચની સંભાવનાઓ નોંધપાત્ર રીતે વધી છે. હવે ઇસીબીના નિવેદન સાથે માન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થવાનું જોખમ વધી ગયું છે. BCCI તરફથી કોઈ પણ નિવેદન બહાર આવ્યા બાદ મેચ સંબંધિત સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

(1:58 pm IST)