Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટી-૨૦ વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાની ટીમની જાહેરાતઃ રાશિદનું કેપ્ટનપદેથી રાજીનામું

રાશીદ ખાને આરોપ મુકત કહ્યું ટીમની પસંદગી કરતી વખતે મારો અભિપ્રાય લેવાયો નથીઃ ટ્વીટર ઉપર પોસ્ટ મુકી હૈયાવરાળ ઠાલવી

નવીદિલ્હીઃ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરાઈ હતી. તેનું કહેવું છે કે ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ટીમની પસંદગી વેળાએ તેનો અભિપ્રાય લીધો ન હતો. તેણે એમ પણ કહ્યું હતું કે એક કેપ્ટન તરીકે અને રાષ્ટ્રની જવાબદાર વ્યકિત તરીકે ટીમની પસંદગીમાં ભાગ લેવો મારો અધિકાર છે. આ વાતથી નારાજ થઈને તેણે તાત્કાલિક પ્રભાવથી કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. ૨૨ વર્ષીય સ્પિનરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યકિત તરીકે હું ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર અનામત રાખું છું.પસંદગી સમિતિ અને ACBએ ટીમ માટે મારી સંમતિ લીધી નથી, જેની જાહેરાત ACB મીડિયા દ્વારા કરવામાં આવી છે. મેં અફઘાનિસ્તાન ટી-૨૦ ટીમનું કેપ્ટનપદ છોડવાનો નિર્ણય કર્યો છે. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશાં ગૌરવની વાત રહી છે.

ટી-૨૦ વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમૅં રાશિદ ખાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હઝરાતુલ્લાહ ઝઝઈ, ઉસ્માન ગની, અજગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હસમતુલ્લા શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબદીન નાયબ, નવીન ઉલ હક, હામીદ હસન, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, શાપુર ઝાદરાન, દૌલત ઝાદરાન

(1:16 pm IST)