Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

આઇપીએલ પછી જોંટી રોડસ સ્વીડનના મુખ્ય ક્રિકેટ કોચની જવાબદારી સંભાળશે

એક જમાનામાં પોતાના ક્ષેત્રરક્ષણ માટે મશહૂર દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોંટી રોડસ ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇપીએલ) પછી સ્વીડનની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. આની ઘોષણા સ્વીડીશ, ક્રિકેટ મહાસંઘએ કરી છે. રોડસ હજુ આઇપીએલ માટે કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ક્ષેત્રરક્ષણ કોચના તોર પર દુબઇમાં છે. સ્વીડિશ ક્રિકેટ મહાસંઘએ નિવેદનમાં કહ્યું કે અમે જૂનિયર ક્રિકેટના સુધાર માટે દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર જોંટી રોડસને મુખ્ય કોચ નિયુકત કર્યા છે.

(12:05 am IST)