Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કીવીનો પૂર્વ ક્રિકેટર ક્રિસ કેન્સ લાઈફ સપોર્ટ પર

કેન્સની મુખ્ય ધમનીમાં ગંભીર સમસ્યા ઉભી થઈ : હોસ્પિટલમાં તેમના પર એક કરતા વધારે સર્જરી કરાઈ છે પણ હજી સુધી તેની કોઈ અસર જોવા મળી નથી

કેનબરા, તા.૧૦ :ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ક્રિસ કેન્સ હાલમાં બહુ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે. ક્રેન્સને ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યાં તે લાઈફ સપોર્ટ પર છે. ન્યૂઝીલેન્ડ અખબારના રિપોર્ટ પ્રમાણે ક્રેન્સને મેડિકલ ઈમજન્સી ઉભી થયા બાદ ઓસ્ટ્રેલિયાના કેનબરા શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તેની મુખ્ય ધમનીમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે. કેનબેરા બાદ હવે ક્રેન્સને બહુ જલ્દી સિડનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેમના પર એક કરતા વધારે સર્જરી કરવામાં આવી છે પણ હજી સુધી તેની કોઈ અસર જોવા મળી નથી. ક્રિસ ક્રેન્સની વય ૫૧ વર્ષ છે.તેમના પિતા લાન્સ ક્રેન્સ પણ ન્યૂઝીલેન્ડના મહાન ક્રિકેટર હતા.

ક્રિસ ક્રેન્સની ગણના પણ દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં થાય છે. તેમણે ન્યૂઝીલેન્ડ માટે ૬૨ ટેસ્ટ તેમજ ૨૧૫ વન ડે રમી છે. છેલ્લા કેટલાક સમયથી ક્રેન્સ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં પરિવાર સાથે રહે છે અને તે અહીંયા કામ કરે છે. તેમના પર થોડા વર્ષો અગાઉ મેચ ફિક્સિંગના આરોપ લાગ્યા હતા. જોકે તેમને લંડનની કોર્ટે ૨૦૧૫માં આરોપમાંથી રાહત આપી હતી.

(8:07 pm IST)