Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભાંગરાનું 75 વર્ષે લાંબી બીમારીથી અવશાન

નવી દિલ્હી: ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભાંગરાનું સોમવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. રાંચીની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમણે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે, 1978 ના વર્લ્ડ કપમાં ભાંગરાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને આર્જેન્ટિના સામે રમ્યો હતો. તેઓ ભારતીય સેનાનો પણ એક ભાગ હતા.

(5:36 pm IST)