Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ટી-૨૦ વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડે ટીમ જાહેર કરી

ન્યૂઝીલેન્ડને આઈસીસી ટી૨૦ વિશ્વકપ માટે ગ્રુપ-૨માં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ટીમ સાથે રાખવામાં આવ્યું છે. જ્યાં તેની ટીમ ઈન્ડિયા સાથે જોરદાર ટક્કર થવાની છે. આઈસીસીએ પાછલા મહિને ટી૨૦ વિશ્વકપ માટે ગ્રુપોની જાહેરાત કરી હતી. વિશ્વકપની શરૂઆત ૧૭ ઓકટોબરથી થવાની છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ૧૪ નવેમ્બરે રમાશે.

ન્યૂઝીલેન્ડની ટી૨૦ વિશ્વકપ માટે ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એશેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડોવેન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), માર્ક ચેમ્પમેન, ડેરેલ મિશેલ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, કાઇલે જેમિસન, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉદી. 

(4:06 pm IST)