Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બેટસમેન છગ્ગો ફટકારશે તો લેવો પડશે નવો બોલ

ipl માં નિયમમાં ફેરફાર

ipl લીગ ફરી શરૂ થાય તે પહેલા BCCI એ કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ મુજબ uaeમાં યોજાનારી આઇપીએલમાં જો બોલ સ્ટેન્ડમાં જશે તો તેની જગ્યાએ બીજા બોલનો ઉપયોગ કરવામાં આવશે. બોલરો સ્લાઇવાનો ઉપયોગ કરી શકશે નહીં   પહેલાની જેમ બોલરો હજી પણ બોલને ચમકાવવા માટે સ્લાઇવાનો ઉપયોગ કરી શકશે નહીં. જો તેઓ આમ કરશે તો અમ્પાયર તેમને ચેતવણી આપશે. જો તે વારંવાર આવું કરશે તો વિરોધી ટીમને પેનલ્ટી તરીકે ૫ રન મળશે.

(4:05 pm IST)