Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હવે ઓલિમ્પિકમાં પણ જોવા મળશે ચોગ્ગા-છગ્ગાની રમઝટ

ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા આઇસીસીની તૈયારીઃ વર્કીંગ ગ્રુપની રચના, ૨૦૨૮થી સમાવેશ થાય તેવી શકયતા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ક્રિકેટને ઓલિમ્પિક રમતોમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે. જો બધુ બરાબર ચાલશે, તો ૨૦૨૮ માં, ક્રિકેટ લોસ એન્જલસ અને આગળ ઓલિમ્પિક રમતોમાં પણ દેખાશે.   ICCએ આ અંગે માહિતી આપી છે.  કહ્યું કે તેઓ ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેણે એક ર્વકિંગ ગ્રુપની રચના કરી છે, જે ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા માટે જવાબદાર રહેશે. લોસ એન્જલસ ૨૦૨૮, બ્રિસ્બેન ૨૦૩૨ અને આગળ ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આઈસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ કહ્યું કે,  અમે ઓલિમ્પિકમાં ક્રિકેટનું લાંબુ ભવિષ્ય જોઈ રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે અમારી પાસે એક અબજ ચાહકો છે અને તેમાંથી લગભગ ૯૦ ટકા લોકો ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા માંગે છે. આઇસીસીના અમેરિકામાં ૩૦ મિલિયન ક્રિકેટ ચાહકો છે. આવી સ્થિતિમાં, ૨૦૨૮ માં ત્યાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો આદર્શ રહેશે. તેમણે એ પણ માહિતી આપી કે અત્યાર સુધી ઓલિમ્પિકમાં માત્ર એક વખત ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

(2:00 pm IST)