Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઓસ્ટ્રેલિયાની શરમજનક હાર : બાંગ્લાદેશના આસાન પડકાર સામે માત્ર 62 માં ઓલઆઉટ

બાંગ્લાદેશની ટીમે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમને 4-1 થી હરાવી: શાકિબ અલ હસને 3.4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે T20 સિરીઝ રમાઇ હતી. બાંગ્લાદેશની ટીમે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમને 4-1 થી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ એક ખરાબ સપના જેવો રહ્યો છે. શ્રેણી પ્રથમ ત્રણ ટેસ્ટમાં ખરાબ રીતે હાર મેળવી હતી. ત્યારબાદ સિરીઝની અંતિમ મેચમાં તો ઓસ્ટ્રેલિયા શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયુ હતું. બાંગ્લાદેશના 122 રનના લક્ષ્‍ય સામે ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ માત્ર 62 રનમાં જ સમેટાઇ ગઇ હતી.

5 ટી20 મેચોની સિરીઝ બંને દેશો રમવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે આવી હતી. સિરીઝમાં શરુઆતની ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયાએ કંગાળ રમત રમીને ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ અને એક માત્ર જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. અંતિમ મેચમાં આબરુ બચાવવા માટે મેદાને ઉતરેલી કાંગારુ ટીમે, રહી સહી આબરુ પણ ગુમાવી દેવી પડી હતી. 144 રનના ઇતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાએ સૌથી નાની ઇનીંગ રમ્યુ હતુ.

પાંચમી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે બાંગ્લાદેશની ટીમે 8 વિકેટ ગુમાવીને 122 રનનો આસાન સ્કોર કરી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન ઓપનર મંહમ નઇમે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો નાથન એલિસ અને ડેન ક્રિસ્ટીયને 2-2 વિકેટ હાંસલ કરી હતી. આમ બાંગ્લાદેશે શ્રેણીમાં ફરી એકવાર આસાન સ્કોર કાંગારુઓ સામે ખડક્યો હતો.

આસાન પડકાર સામે મેદાને ઉતરેલ ઓસ્ટ્રેલિયા પર બાંગ્લાદેશના બોલરો ભારે પડ્યા હતા. એક બાદ એક કાંગારુ બેટ્સમેનો બાંગ્લાદેશી બોલરો સામે ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને માત્ર 62 રનમાં જ કાંગારુ ટીમ સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ 13.4 ઓવરમાં 62 રન કરીને જ પેવેલિયન પરત ફરી ગઇ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

 

બાંગ્લાદેશના શાકિબ અલ હસને 3.4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની બેટીંગ બાંગ્લાદેશના બોલરો સામે ઘુંટણ ટેકવી દેવા સમાન હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડે 23 રન અને બેન મેકડરમોટે 17 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઇ બેટ્સમેન બે આંકડાના રન પર પહોંચી શક્યો નહતો. જોકે એક પણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયો નહોતો. જેમાં ત્રણ ખેલાડીઓ 1-1 રન પર વિકેટ ગુમાવી હતી. જ્યારે 3 રનના સ્કોર પર 3 ખેલાડીઓ આઉટ થયા હતા.

(1:59 pm IST)