Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કાર્તિકને સ્ટ્રાઈક આપવાની ના પાડતાં હાર્દિકથી ચાહકો નારાજ

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી૨૦ની ઘટના : હાર્દિકે પોતાના સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકની સાથે બેટિંગ દરમિયાન બેહૂદુ વર્તન કર્યું, જે પ્રશંસકોને ન ગમ્યું

મુંબઈ, તા.૧૦ : આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાને ઉતરી છે. પરંતુ દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યાએ ગુરુવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટી૨૦ મેચમાં કંઈક એવું કર્યું કે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થવું પડી રહ્યું છે. જોકે, હાર્દિક પાંડ્યાએ પોતાના સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકની સાથે બેટિંગ દરમિયાન બેહૂદુ વર્તન કર્યું, જે પ્રશંસકોને બિલકુલ ગમ્યું નથી. જોકે, ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન હાર્દિક પાંડ્યાએ ઈનિંગની છેલ્લી ઓવરમાં પાંચમો બોલ રમ્યા બાદ દિનેશ કાર્તિકને સ્ટ્રાઈક આપવાની ના પાડી દીધી હતી. ભારતની ઈનિંગની છેલ્લી ઓવર એનરિક નૉર્કિયાએ નાંખી હતી. એનરિક નૉર્કિયા જ્યારે આ ઓવરની છેલ્લી બોલ ફેંકી ત્યારે હાર્દિકે બોલ રમ્યો, પરંતુ કાર્તિકને સ્ટ્રાઈક આપી નહોતી. દિનેશ કાર્તિકને સ્ટ્રાઈક નહીં આપતા હાર્દિક પાંડ્યા છેલ્લા બોલ પર કંઈ ખાસ રન બનાવી શક્યો નહોતો અને માત્ર ૨ રન જ પોતાના ખાતામાં જોડી શક્યો. આ વાત પર પ્રશંસકો ભડક્યા અને હાર્દિક પાંડ્યાને સીનિયર ખેલાડી દિનેશ કાર્તિકની ઈજ્જત કરવા માટે જોરદાર ટ્રોલ કરવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટી૨૦ સીરિઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને સાત વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૧૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં મહેમાન ટીમે ૫ બોલ બાકી રાખીને મેચ ૭ વિકેટથી જીતી લીધી. હવે બીજી ટી૨૦ મેચ રવિવાર ૧૨ જૂને કટકમાં રમાશે.

 

 

(7:52 pm IST)