Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કોરોના થતા ન્યૂઝિલેન્ડનો સુકાની બીજી ટેસ્ટ નહીં રમી શકે

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પૂર્વે કીવીને આંચકો : વિલિયમ્સનના સ્થાને હામિશ રદરફોર્ડને ટીમમાં સામેલ વિલિયમ્સનની ગેરહાજરીમાં ટોમ લેથમ નેતૃત્વ કરશે

ટ્રેન્ટ બ્રિજ, તા.૧૦ : ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે એટલે કે ૧૦ જૂનથી ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે રમાવાની છે અને આ મેચ પહેલા જ ન્યૂઝિલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન કોવિડ-૧૯ પોઝિટિવ આવતા બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે આ વાતની પુષ્ટિ કરી છે. કેન વિલિયમ્સનના સ્થાને હામિશ રદરફોર્ડને ટીમમાં સામેલ કરવામાં અવ્યો છે. વિલિયમ્સનની ગેરહાજરીમાં ટોમ લેથમ ટીમનું નેતૃત્વ કરશે.

ન્યૂઝીલેન્ડને ૩ મેચની ટેસ્ટ સિરીઝ પ્રથમ મેચમાં ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટમાં હારનો સામનો કર્યા બાદ કિવી ટીમ ૦-૧થી પાછળ છે.

ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે, આટલી મહત્વપૂર્ણ મેચ પહેલા કેન વિલિયમ્સનને બહાર કરવામાં આવે તે શરમજનક છે. આ ક્ષણે આપણે બધા તેના માટે ખરાબ અનુભવીએ છીએ અને જાણીએ છીએ કે તે કેટલો નિરાશ હશે.

 હેમિશ પ્રથમ પ્રવાસમાં ટેસ્ટ ટીમ સાથે હતો અને વિટેલિટી ટી૨૦ બ્લાસ્ટમાં લિસેસ્ટરશાયર ફોક્સ તરફથી રમી રહ્યો હતો. સાથે જ કોવિડ પોઝિટિવ મળ્યા બાદ કેન વિલિયમ્સન હવે નિયમો અનુસાર ૫ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે.

 

(7:51 pm IST)