Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઓસ્ટ્રેલીયાએ ત્રીજો ટી-૨૦ જીત્યો : રેન્કિંગમાં ફરી નં. ૧, પરંતુ સિરીઝ હાર્યું

અંતિમ ટી-૨૦ ઇંગ્લેન્ડ ૧૪૫/૫ : ઓસ્ટ્રેલિયા ૧૪૬/૫

સાઉધમ્પ્ટન,તા. ૯: ટી-૨૦ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૫ વિકેટે હરાવ્યું હતું. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયા ફરીથી ટી-૨૦ આંતરાષ્ટ્રીય રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.જો કે ઓસ્ટ્રેલિયા સીરીઝ ૨-૧ થી હારી ગયું હતું.

પ્રથમ દાવ લેતા ઓસ્ટ્રેલિયાને ૧૪૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લેન્ડના જોની બેરસ્ટોએ ૪૪ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા. મેચમાં જોસેફ લીમ ડેનલીએ ૧૯ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. એડમ ઝામ્પાએ બે વિકેટ લીધી હતી.

મિશેલ માર્શ (૩૯) અને એરોન ફિંચ (૩૯) ની મદદથી ઓસ્ટ્રેલીયાએ ૧૯.૩ ઓવરમાં આ લક્ષ્ય પાર કરી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે ૩ વિકેટ ઝડપી હતી. ત્રીજા ટી-૨૦ ઓસ્ટ્રેલીયા ભલે જીતી ગયું હતું. અંતિમ મુકાબલો જીતવાની સાથે આઇસીસી ઓસ્ટ્રેલિયા રેન્કીંગમાં ફરીથી ટોચના સ્થાને પહોંચી ગયું છે.

(3:19 pm IST)