Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભારતીય ટીમ લાૅડ્સ ટેસ્ટ માટે લંડન જવા રવાના : સૌરવ ગાંગુલી પણ રહેશે હાજર

બ્રિટિશ સરકારે ભારતમાંથી આવનારા લોકોને 'રેડ' યાદીમાંથી દૂર કર્યા છે.

ભારતીય ટીમ લોર્ડ્સ મેદાન પર રમાનારી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે લંડન જવા રવાના થઇ છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની જગ્યા લેનારા સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શો નોટિંગહામમાં અલગ થઇ રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી પણ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન હાજર હોવાના અહેવાલ છે કારણ કે બ્રિટિશ સરકારે ભારતમાંથી આવનારા લોકોને 'રેડ' યાદીમાંથી દૂર કર્યા છે.

જાણવા મળ્યું છે કે, RT-PCR તપાસમાં તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ભારતીય ટીમ સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે લંડન જવા રવાના થઈ હતી. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.

પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ 3 ઓગસ્ટના રોજ નોટિંગહામમાં ટીમમાં જોડાયા. તેમની 10 દિવસના કોરન્ટાઈનનો સમય 13 ઓગસ્ટના રોજ પૂરુ થશે. તેથી તેઓ 14 ઓગસ્ટથી તાલીમ શરૂ કરી શકશે અને 25 ઓગસ્ટના રોજ લોડ્સ ખાતે ત્રીજી ટેસ્ટમાં પસંદગી માટે હાજર રહેશે.

બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે નવ દિવસનો અંતર ચોક્કસપણે બંનેને પ્રેક્ટિસ કરવાની અને મેચ માટે તૈયાર થવાની પૂરતી તક આપશે. આનાથી ટીમ મેનેજમેન્ટની પાસે અંતિમ 11 ખેલાડીઓને પસંદ કરવા માટે વધુ વિકલ્પો મળશે.

યુકેએ રવિવારે ભારતનું નામ 'રેડ' સૂચિમાંથી દૂર કરી અને તેને 'એમ્બર' સૂચિમાં ઉમેર્યું, તેમજ દેશમાં મુસાફરી માટેના પ્રતિબંધો હળવા કર્યા. જે બાદ ગાંગુલી મંગળવારે લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ જોવા માટે લંડન જવા રવાના થશે.

'એમ્બર' સૂચિનો અર્થ એ છે કે, ભારતીય પ્રવાસીઓ કે જેમણે કોવિડ -19 રસીના તમામ ડોઝ લીધા છે તેમને હવે યુકે પહોંચ્યા બાદ 10 દિવસ સુધી હોટલમાં કોરન્ટાઈન રહેવું પડશે નહીં.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'કોઈપણ પદાધિકારી માટે 10 દિવસ સુધી કોરન્ટાઈન રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે તેનાથી તેના વ્યસ્ત કાર્યક્રમને અસર થાત.' તેમણે કહ્યું, મુસાફરી નિયમોમાં જે ઢીલ આપવામાં આવી છે તેથી હવે અમારા પદાધિકારીઓ જો ઇચ્છે તો હવે ત્યાં જઈ શકે છે.'

(8:03 pm IST)