Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સ્વદેશ પરત આવી રહ્યા છે ટોક્યોના 'પદકવીર', દિલ્હીથી પાનીપત સુધી સ્વાગતની તૈયારીઓ

નવી દિલ્હીઃ કોરોના મહમારીમાં પડકારો હોવા છતાં ટોક્યો ઓલિમ્પિકસ સફળ રહી હતી. ભારતને ગૌરવ અપાવનાર તમામ ખેલાડીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. ભારતે આ ઓલિમ્પિકમાં કુલ ૭ મેડલ જીત્યા છે. દેશના વિવિધ ભાગોમાં ભારતીય ખેલાડીઓને આવકારવાની ભવ્ય તૈયારી ચાલી રહી છે.

દિલ્હીની અશોકા હોટેલમાં આજે સાંજે તમામ મેડલ વિજેતાઓ અને અન્ય ખેલાડીઓનો સન્માન સમારોહ યોજવાનો છે. તે પહેલાં જ્યારે ખેલાડીઓનું એરપોર્ટ પર આગમન થશે, ત્યારે પણ આખો દેશ ત્યાં ખેલાડીઓને આવકારવા માટે તૈયાર છે.

 માત્ર દિલ્હી જ નહીં પરંતુ ખેલાડીઓના ગામમાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. જેલિન થ્રોમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ગોલ્ડન બોય નીરજ ચોપરાનું સ્વાગત કરવા માટે તેમનું આખું ગામ તૈયાર છે. નીરજની જીત બાદ પાણીપતમાં ઉજવણીઓ ચાલી રહી છે.  નીરજ ચોપરાનો પરિવાર પણ તેમના પુત્રના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પહોંચી રહ્યો છે. જ્યાં સાંજે ૫ કલાકે નીરજ ચોપરાનું આગમન થશે. પરિવાર મીઠાઈ સાથે એરપોર્ટ જવા રવાના થઇ ચૂક્યો છે. (૪૦.૧૪)

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના હીરો..

૧. નીરજ ચોપરા- ગોલ્ડ (જેવેલિન થ્રો)

૨. રવિ દહિયા- સિલ્વર (કુસ્તી)

૩. મીરાબાઈ ચાનુ- સિલ્વર (વેટલિફ્ટિંગ)

૪. પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)

૫. લવાલિના બોરગોહેન- બ્રોન્ઝ (બોકિંસગ)

૬. બજરંગ પુનિયા- બ્રોન્ઝ (કુસ્તી)

૭. પુરુષ હોકી ટીમ- બ્રોન્ઝ

(4:31 pm IST)