Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

બહેનના અવસાનના સમાચાર સાંભળી એથ્લેટ ધનલક્ષ્મી એરપોર્ટ ઉપર જ રડવા લાગી

 ટોક્યો ઓલિમ્પિકસનું સમાપન થયું છે અને ભારતીય ખેલાડીઓ ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે ભારતીય એથલિટ સુભા વેંકટેશન અને ધનલક્ષ્મી સેકર પણ ટોક્યો ઓલિમ્પિકસથી પરત આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. આ સમયે ભારતીય ખેલાડી ધનલક્ષ્મી ઘૂંટણના સહારે જોર જોરથી રડવા લાગ્યા. તેને તેની બહેનના નિધનના દિલ તોડી દેનારા સમાચાર મળ્યા જે પરિવારે ઓલિમ્પિકના કારણે તેનાથી છૂપાવીને રાખ્યા હતા. જેથી તે પોતાની રમત પર ધ્યાન આપી શકે.

(4:29 pm IST)