Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઇંગ્લેન્ડને ધૂળ ચટાડનારા જાદૂઇ સ્પિનર રવિચંદ્ર અશ્વિન ICCનું પ્લેયર ઓફ ધ મંથનું ટાઇટલ જીત્યો

ઇંગ્લેન્ડના કેપ્ટન રુટ અને વિન્ડીઝના માયર્સને આપી મહાત: અશ્વિને 24 વિકેટ ખેરવાની સાથે 176 રન પણ ફટકાર્યા

દુબઇઃ ઇંગ્લેન્ડને અક્ષર પટેલ સાથે મળી ધૂળ ચટાડનારા જાદૂઇ સ્પિનર રવિચંદ્ર અશ્વિને ફેબ્રુઆરી માટે ICCનું પ્લેયર ઓફ ધ મંથનું ટાઇટલ જીતી લીધું. આ રેસમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રુટ અને વેસ્ટ ઇન્ડીઝનો ધરખમ બેટ્સમેન કાઇલ માયર્સ પણ હતા.

   34 વર્ષીય અશ્વિને ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ રમી. જેમાં 24 વિકેટ લેવા ઉપરાંત એક સદી સાથે 176 રન પણ કર્યા. જેને સહારે તે મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીના ખિતાબ માટે હકદાર બન્યો. અશ્વિનની શાનદાર ગેમને સહારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 3-1થી ટેસ્ટમાં પરાજય આપ્યો. એટલું જ નહીં જૂનમાં લોર્ડ્સમાં રમાનારા ઇન્ટરનેશનલ ટેસ્ટ વર્લ્ડકપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. જ્યાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.

    અશ્વિને ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં અશ્વિને બોલની સાથે બેટિંગમાં પણ કમાલ દેખાડી 106 રન કર્યા હતા. પછી તેણે અમદાવાદના નવા બંધાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમી પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની વિકેટોનો આંકડો 400ને પાર પહોંચાડી દીધો

 ICC વોટિંગ એકેડમીના સભ્ય ઇયાન બિશપે અશ્વિનના પ્રફોર્મન્સ અંગે કહ્યું કે અશ્વિન  સતત વિકેટ ખેરવવામાં સફળ રહ્યો. જેના કારણે ટીમ ઇન્ડિયા મહત્વની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શકી. બીજી ટેસ્ટમાં અશ્વિનની સેન્ચ્યુરીવાળી ઇનિંગ બહુ મહત્વપૂર્ણ હતી. કારણ કે એ એવા સમયે નોંધાઇ જ્યારે ઇંગ્લેન્ડની ટીમ મેચમાં પાછી આવી રહી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દરે મહિને અપાતા આ ખિતાબ માટે ટોચના ખેલાડીઓમાંથી વિજેતાની પસંદગી ICCની વોટિંગ કમિટિ કરે છે. જેમાં ક્રિકેટ જગતના પ્રખ્યાત ખેલાડીઓ ઉપરાંચ અગ્રણી પત્રકાર, પૂર્વ ખેલાડીઓ, પ્રસારણકર્તા અને આઇસીસી હોલ ઓફ ફેમના કેટલાક સભ્યો સામેલ હોય છે.

મહિલાની ક્રિકેટોમાં આ ટાઇટલ ઇંગ્લેન્ડની ટૈમી બ્યૂમોંટે જીત્યું. ટૈમીએ ફેબ્રુઆરી મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડેમાં 3 અર્ધીસદી મારી કુલ 231 રન કર્યા.

(6:15 pm IST)